ડીસા ખાતે મહિલા ઉત્કર્ષ સેવા સમિતિ દ્વારા મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

  • Published By : bknews
  • Published Date : 2019-03-23 12:52:31
  • Views : 429
  • Modified Date : 2019-03-23 12:52:31

ડીસામાં લાયન્સ કલબ ખાતે મહિલા ઉત્કર્ષ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગતરોજ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલબેન દેસાઇ અને શિલ્પાબેન માળીએ ઉપસ્થિત રહીને ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. એકવીસમી સદી મહિલા વિકાસની સદી છે અને મહિલાઓે વિકાસની દિશામાં આગળ વધે તે આશયથી મહિલા ઉત્કર્ષ સેવા સમિતિ અને લાયન્સ હાલ દ્વારા ડીસા ખાતે ખાસ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજના સમયમાં મહિલાઓને મુંઝવતા પ્રશ્નો જેવા કે જાતિય સતામણી, કારકિર્દીને લગતા પ્રશ્નો, પ્રસૃતિને લગતા પ્રશ્નો અંગે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલબેન દેસાઇ અને ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી દ્વારા સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહિલા ઉત્કર્ષ સમિતિ અને લાયન્સ ક્લબ ડીસાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ માર્ગદર્શન સેમિનારમાં ડીસા કોલેજ અને શાળાઓની વિદ્યાર્થીનીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1961