કુખ્યાત ત્રાસવાદી મસુદ અઝહરનું ધ એન્ડ થયું ?

 • Published By : bknews
 • Published Date : 2019-03-04 10:02:36
 • Views : 448
 • Modified Date : 2019-03-04 10:02:36

નવી દિલ્હી

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસૂદ અઝહરનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જા કે, હજુ સુધી આને સમર્થન મળી રહ્યું નથી. પાકિસ્તાન તરફથી પણ કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી. રિપોર્ટમાં તપાસ કરવામાં ગુપ્તચર સંસ્થાઓ લાગેલી છે. સોશિયલ મિડિયા ઉપર પણ આને લઇને અહેવાલો આવી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, તેમને હજુ સુધી એટલી માહિતી મળી હતી કે, કિડની ફેઇલ થઇ ગયા બાદ મસુદ આર્મી હોસ્પટલમાં સારવાર હેઠળ છે. પંજાબના બહાવલપુરના નિવાસી મૌલાના મસુદ અઝહરે ૨૦૦૦માં જૈશની રચના કરી હતી. ૫૦ વર્ષીય મસૂદને ઇન્ડયન એરલાઈન્સના આઈસી ૮૧૪ વિમાન અને બાનમાં લેવામાં આવેલા ભારતીય યાત્રીઓના બદલે એ વખતની સરકારને છોડવાની ફરજ પડી હતી. ૨૦૦૧માં સંસદ પર અને જમ્મુ કાશ્મીર વિધાનસભામાં આત્મઘાતી હુમલા, પઠાણકોટ એરબેઝ હુમલામાં તે મુખ્ય ભેજાબાજ તરીકે રહ્યો છે. મોતને લઇને બે પ્રકારના દાવા થઇ રહ્યા છે જે પૈકી એકમાં જણાવવામાં આવ્યું છે કે, લીવર કેન્સરના કારણે તેનું મોત થઇ ગયું છે જ્યારે બિન સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય હવાઈ દળના હુમલામાં તેનું મોત થયું છે. એવો પણ દાવો કરાયો હતો કે, આ હુમલામાં મસુદ ગંભીરરીતે ઘાયલ થયો હતો ત્યારબાદ તેને હોસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું છે. હજુ સુધી વિગતો મળી શકી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે એવા અહેવાલ પણ આવ્યા હતા કે, ખૂંખાર આતંકવાદી સંગઠન જૈશે મોહંમદના લીડર મસૂદ અઝહરની કિડની ખરાબ થઈ ચુકી છે.પાકિસ્તાનના રાવલપિંડીની એક હોસ્પટલમાં સારવાર ચાલી રહી છે. નિયમિતપણે ડાયાલિસીસની પ્રક્રિયા ચાલી રહી છે. સુરક્ષા અધિકારીઓએ કહ્યું છે કે તેની હાલત ખરાબ થયેલી છે. આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી સહા મહેમુદ કુરેશીએ પણ કહ્યું તું કે મસૂદ અઝહર બીમાર છે અને તે ચાલી શકવાની સ્થતિમાં નથી. હવે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે મસૂદ અઝહરની કિડની ખરાબ થઈ ચુકી છે. તેની કિડની કામ કરી રહી નથી. પાકિસ્તાની સેનાની એક હોÂસ્પટલમાં તેની સારવાર ચાલી રહી છે. રાવલપિંડીની લશ્કરી હોસ્પટલમાં તેની સારવાર ચાલી રહી છે. નિયમિતપણે ડાયાલિસીસ કરવામાં આવી છે. કુરેશીએ ક્હ્યું હતું કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને ઘરથી બહાર નીકળવાની સ્થતિમાં નથી.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

 • by bknews
 • June 14, 2019, 11:34 am
 • 1580

Trump says India’s 50% tariff on US Motorcycles...

 • by bknews
 • June 14, 2019, 11:10 am
 • 1864

SC frees journalist, says liberty is...

 • by bknews
 • June 13, 2019, 11:07 am
 • 1612