મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શક્તિપીઠ અંબાજી માતાજીના દર્શન કર્યા ઃ સાથે અનાર પટેલ હાજર રહ્યા

  • Published By : bknews
  • Published Date : 2019-03-17 11:52:23
  • Views : 410
  • Modified Date : 2019-03-17 11:52:23


(પ્રતિનિધિ)       અંબાજી
શક્તિ, ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું જગતજનની માં અંબાનું આદ્યશક્તિપીઠ તરીકે ભારતભરમાં જાણીતું છે. ત્યારે  શનિવારે માં અંબાના ધામમાં  મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શક્તિપીઠ અંબાજીમા માતાજીના દર્શન કરવા આવ્યા હતા.  પાલનપુર પાસે કાર્યક્રમ પતાવી મોટર માર્ગે અંબાજી આવ્યા હતા. અંબાજી મંદિર તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ તેમને માતાજીના ગર્ભગૃહમા જઈ માતાજીની પૂજા અર્ચના કરી હતી.
શનિવારે અંબાજી આવેલા આનંદીબેન પટેલે પોતાની પુત્રી અનાર પટેલ સાથે જગતજનની જગદંબાની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. તેમને જણાવ્યું હતું કે હોળી ધુળેટીના તહેવારો સમગ્ર દેશમાં ઉજવાતા હોય છે.ત્યારે માતાજીને વિનંતી કરું છું કે દેશની ૧૨૫ કરોડની જનતાનું સારું કરે અને સમગ્ર વિશ્વ ની મહાસત્તા ભારત બને સરહદ પર સુરક્ષા કરતા જવાનો ની રક્ષા કરે તેવી પ્રાર્થના કરું છું. તેમ આંનદીબેન એ જણાવ્યું હતુ અંબાજી મંદિર ના વહીવટદાર એસ.જે. ચાવડા, પ્રાંત અધિકારી કે.એસ.ચાવડા,  અંબાજી મંદિરના આર.કે.મેવાડા, ટેમ્પલ
ઇન્સ્પેક્ટર સતીષ ગઢવી હાજર રહ્યા હતા.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1310

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1256