લોકસભાની ચૂંટણી સમયે સરકાર દ્વારા ઢીમાની પ્રવાસન ધામની ગ્રાન્ટ પરત લેવાઈ

  • Published By : bknews
  • Published Date : 2019-03-17 06:47:35
  • Views : 643
  • Modified Date : 2019-03-17 06:47:35

ગુજરાત રાજ્યના નામાંકિત યાત્રાધામોના વિકાસ  માટે ગુજરાત પ્રવાસન નિગમ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતના અનેક યાત્રાધામોનો વિકાસ કર્યો છે. લાખ્ખો યાત્રાળુઓની સુખાકારીને પ્રાથમિકતા આપવામાં આવે છે. તો વળી સરહદી વિસ્તારમાં આવેલું બનાસકાંઠા જિલ્લાનુ બીજા નંબરનુ યાત્રાધામ ઢીમા વિકાસ માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ફાળવાયેલ રૂ. ૫. કરોડમાંથી આશરે રૂ. ૭૦ લાખથી ઓછી રકમ વપરાઈ છે. ત્યારે બગીચા માટેની જમીન નહિ મળતાં પવિત્ર યાત્રાધામ ઢીમાના વિકાસ માટેની ગ્રાંટ રાજ્ય સરકાર દ્વારા પરત લેવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સરહદી વિસ્તારમાં આવેલ પવિત્ર યાત્રાધામ ઢીમામાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે જાહેર શૌચાલય,ગટર વ્યવસ્થા, સ્ટ્રીટલાઈટ, પીવાના પાણીની   વ્યવસ્થા, જાહેર રસ્તાઓ સાંકડા, ઐતિહાસિક માંદેળા તળાવમાં નર્મદાના નીર ભરી બોટિંગ વ્યવસ્થા કરવી, તળાવમાંથી ગંદકી દૂર કરવામાં આવે, રખડતાં ઢોર માટે પશુ ડબ્બો, વગેરે જેવી સુવિધાના અભાવે દર પૂનમે ભરાતાં લોકમેળામાં લાખ્ખો યાત્રાળુઓ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારની વિકાસની વાતો માત્ર વાતો જ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસ પવિત્ર યાત્રાધામ ઢીમાનો વિકાસ કરવામાં નહિ આવે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓમાં પણ ભાજપને નુકસાન સહન કરવું પડે તેવું જાણકારો માની રહ્યા છે.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2059

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 2065