હીરાની જવેલરી ભાવોમાં લાખોના ગોટાળા ઃ હાર્દીક હુંડીયા

  • Published By : bknews
  • Published Date : 2019-04-01 11:37:41
  • Views : 637
  • Modified Date : 2019-04-01 11:58:08

હીરાની ખરીદી કરતા
પહેલા તમને આપેલ હીરા નું સર્ટીફીકેટ કઇ કપંનીનુ છે તે ખુબ મહત્વનું છે. હીરા બજારના ડાયમંડ એકસ્પર્ટ હાર્દીક હુંડીયાએ જણાવ્યું હતું કે ગીતાજલી અને નીરવ મોદીના હીરાના ધરેણા લઈ લોકો ખુબ ઠગાયા છે અને લોકો લાખાથી લઈ કરોડો રૂપિયાનુ નુકસાન લોકોએ કર્યું છે. હમણાં થોડા સમય
પહેલા સસ્તા હીપની વેલ્યુ મોંઘા ભાવની કરતા એટલે કે ખોટી વેલ્યુ કરતા હીરા બજારના હીરાની વેલ્યુ કરનારા વેલ્યુર પણ જેલમાં જઈ આવ્યા છે. ઘણા જવેલરો પોતાની જવેલરીના સર્ટીફીકેટ પોતાનીજ કંપની ના આપે છે જેમાં ઠગાવવાનો પુરે પુરો ચાન્સ રહે છે. મેહુલ ચોકસીની એક કંપનીની એક જવેલરીની કિમંત પાંચ લાખ વીસ હજારની હતી. જેની સરકારી વેલ્યુર પાસે કરાવતા ફક્ત વીસ હજારની જવેલરી હતી. હીરા માણેક ગૃપના હાર્દીક હુંડીયાએ જણાવ્યું હતું કે નીરવ મોદી પર અગિયાર હજાર પાંચસો કરોડ બેંકના ગોટાળાની વાત પ્રથમ વાર આવી ત્યારે સાથે સાથે એ
પણ વાત આવી હતી કે એકાવનસો કરોડની  જવેલરી પણ મળી આવી છે, તો પછી નીરવ મોદીને ભાગવાની જરૂર કયા હતી ? હાર્દીક હુંડીયાએ જણાવ્યું હતું કે ૫૧૦૦ કરોડની જવેલરી વેચવા જઈએ તો ૧૫૦૦ કરોડ પણ નહી આવે. વિશ્વાસના અનમોલ હીરા બજારના આ વાતાવરણને કારણે, આવા મોટા જવેલરોના કારણે અવિશ્વાસ હીરા જવેલરી પ્રેમીયોમાં ઉઠી રહ્યો છે.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1961