IPL મેચ-1 / ચેન્નાઇએ બેંગ્લોરને 7 વિકેટ હરાવી આઇપીએલનો પ્રારંભ કર્યો, રૈના આઇપીએલમાં 5 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

  • Published By : bknews
  • Published Date : 2019-03-24 07:28:03
  • Views : 1352
  • Modified Date : 2019-03-24 07:28:03

બેંગ્લોર પ્રથમ દાવમાં 70 રનમાં ઓલઆઉટ થયું

ચેન્નાઇ માટે ઇમરાન તાહિર અને હરભજનસિંહે 3-3 વિકેટ લીધી

બેંગ્લોર માટે પાર્થિવ પટેલે સર્વાધિક 29 રન કર્યા, અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી ન શક્યું

જવાબમાં ચેન્નાઇએ 15 બોલ બાકી રાખીને મેચ જીતી

IPL 2019ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટ હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા ચેન્નાઇએ બેંગલોરને 70 રનમાં ઓલઆઉટ કર્યું હતું. જવાબમાં તેમણે 15 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમના માટે અંબાતી રાયુડુએ સર્વાધિક 28 રન કર્યા હતા. જયારે સુરેશ રૈના આઇપીએલમાં 5 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. દિવસની શરૂઆતમાં ચેન્નાઇ માટે હરભજનસિંહ અને ઇમરાન તાહિરે 3-3 વિકેટ લીધી હતી.



Download Our B K News Today App


Related News