હોકી / ભારતે જાપાનને 2-0થી હરાવ્યું, 75મી જીત મેળવી

  • Published By : bknews
  • Published Date : 2019-03-24 07:31:55
  • Views : 654
  • Modified Date : 2019-03-24 07:31:55

અજલાન શાહ ટુર્નામેન્ટ વરુણ અને સિમરનજીતે ગોલ કર્યો, કાલે કોરિયા સામે મેચ

ટીમ ઇન્ડિયાની આ 1701મી ઇન્ટરનેશનલ મેચ હતી

ભારતીય હોકી ટીમે સુલ્તાન અજલાન શાહ હોકી ટુર્નામેન્ટમાં જોરદાર શરૂઆત કરી છે. ટીમે શનિવારે રમાયેલી પહેલી મેચમાં એશિયન ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ ટીમ જાપાનને 2-0થી હરાવી. ટીમની આ જાપાનની સામે 75મી જીત છે. ભારતએ હાલ સુધીમાં 2 ટીમ સામે 75 અથવા તેનાથી વધુ મેચ જીતી છે.ટીમે ટુર્નામેન્ટની બીજી મેચ રવિવારે કોરિયા સામે રમશે. મેચના પહેલાં ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. 24મી મિનિટમાં વરુણ કુમારે પેનલ્ટી પર ગોલ કરીને ટીમને 1-0થી લીડ અપાવી છે. 55મી મિનિટમાં કેપ્ટન મનપ્રીત સિંહના સુંદર પાસની મદદથી સિમરનજીત સિંહે ગોલ કરીને સ્કોર 2-0 કર્યો. 


Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 2065