સલમાન ફિલ્મમાં છત્રપતિ શિવાજીના રોલમાં ચમકશે

  • Published By : bknews
  • Published Date : 2019-02-23 07:14:19
  • Views : 393
  • Modified Date : 2019-02-23 07:14:19

અજય દેવગનની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયરને લઇને હાલમાં ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. ગયા વર્ષે પોતાના ટ્‌વીટર હેન્ડલથી અજય દેવગને આ ફિલ્મના સંબંધમાં માહિતી આપી હતી. હવે હેવાલ આવ્યા છે કે અજય દેવગનની આ પિરિયડ ફિલ્મમાં સલમાન ખાન પણ એક ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર છે. આ સંબંધમાં ફિલ્મના નિર્માતા નિર્દેશકો તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ સુત્રોએ કહ્યુ છે કે સલમાન ખાન ફિલ્મમાં છત્રપતિ શિવાજીની ભૂમિકા અદા કરનાર છે. કેટલાક દિવસ પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે તાનાજી ધ અનસંગ વોરિયરમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા સેફ અલી ખાન કરનાર છે. પરંતુ હવે મુંબઇના એક અખબારે કહ્યુ છે કે સેફ અલી ખાન પોતે કહી ચુક્યો છે કે તે આ ફિલ્મના હિસ્સા તરીકે તો છે પરંતુ તે શિવાજીના રોલમાં નથી.રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સેફ અલી ખાન ફિલ્મમાં રાજપુત યોદ્ધા ઉદયભાન રાઠોડની ભૂમિકા અદા કરનાર છે. જે મોગલ બાદશાહ ઔરંગજેવના કિલ્લાની સુરક્ષા કરતો હતો. આ સંબંધમાં વિગત આપવામાં આવી નથી પરંતુ જા આ સાચી બાબત સાબિત થશે તો અજય દેવગન અને સલમાન ખાન ફિલ્મમાં સેફ અલી સાથે લડતા નજરે પડી શકે છે. ઓમ રાવતના નિર્દેશનમાં આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે.આ ફિલ્મને ૨૨મી નવેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.તમામ લોકો સારી રીતે જાણે છે કે અજય દેવગન અને સલમાન ખાન વચ્ચે મિત્રતા બોલિવુડમાં જાણીતી રહી છે.
અજય દેવગન હાલમાં બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે છે. તે સલમાન ખાનની સાથે પહેલા પણ રજૂ કરવામાં આવી ચુક્યો છે. સન ઓફ સરદારમાં બંનેની જાડીએ ભારે ધુમ મચાવી હતી. ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. 

Download Our B K News Today App


Related News

આલિયાનું એવરેસ્ટ...

  • by bknews
  • March 15, 2019, 12:25 pm
  • 1146

સોનાક્ષી...

  • by bknews
  • March 1, 2019, 12:35 pm
  • 1563