અદભૂત અધ્યાત્મ વિશ્વ હોળી મહોત્સવ આબુમાં શરૂ

  • Published By : bknews
  • Published Date : 2019-03-22 11:03:06
  • Views : 425
  • Modified Date : 2019-03-22 11:03:06બ્રહ્માકુમારીઝના શાંતિવન ખાતે ૯૦ દેશોના
ર૦ હજારની માનવમેદની
 પાણી બચત-હેતુ ઈશ્વરીય શક્તિ અને ગુણોના ચિંતન મનને રંગશે
ડીસા
દેશભરમાં લોકો અનેક કલર દ્વારા હોળી ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટીÙય અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય તેના મુખ્યાલય ખાતે વૈશ્વિક અનોખો હોળી ઉત્સવ ઉજવી પાણી બચત અને બુરાઈ ત્યાગી સદગુણોના રંગને  પોતાનામાં ધારણ કરવાના દ્રઢ સંકલ્પ સાથે સર્વને પ્રેરણા લેવા જેવા કાર્યક્રમનો આજે  આબુ ખાતે પ્રારંભ થયેલ.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાન્ત ત્રિવેદીના
જણાવ્યાનુસાર ઈશ્વરીય અવતરણના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ ૯૦ દેશોના ર૦ હજાર બ્રહ્માકુમાર ભાઈ-બહેનોએ અનેક પ્રખર
રાજયોગિ તપસ્વી મહાનુભાવના માર્ગદર્શન હેઠળ રાજયોગના પ્રયોગથી અનોખી હોળી ઉત્સવનો આજે પ્રારંભ કરાવેલ. જેમાં ઉપસ્થિત હજારોની માનવ મેદનીએ પોતાનામાં રહેલ અવગુણ,
બુરાઈ, ખોટી ટેવોને દ્રઢતાથી યોગા બળથી ભસ્મ કરવા
તપસ્યા કરેલ. તથા સદગુણો, શાંતિ, સ્નેહ, સદભાવ, સદાચાર, માનવ સેવા જેવા
ગુણોને  ધારણ કરવા ઈશ્વરીય રંગનું પોતાનામાં યોગા ગાઈડ પ્રમાણે માનસિક શક્તિથી ધારણ કરેલ ૩ કલાકના આ સંગઠીત મેડીટેશન દ્વારા સંસ્થાના વડા શક્તિશાળી મનના તરંગો દ્વારા ઈશ્વરીય સ્નેહ, શક્તિ, પાલના અને વિશ્વ ભાતૃત્વ ભગવાનની ગહન અનુભૂતિ કરાવેલ. ત્યારે એશિયાના સૌથી વિશાળ ડાયમંડ હોલમાં નિરવ શાંતિ છવાઈ ગયેલ. સંપૂર્ણ અધ્યાત્મ અનુભૂતિ સદભાવ-એકતા માટે સંગઠીત પ્રાર્થના કરવામાં આવેલ.

Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1416