BJPમાં જોડાયો ગૌતમ ગંભીર, દિલ્હીની આ સીટ પરથી જાણીતા નેતાનું કપાશે પત્તુ!

  • Published By : bknews
  • Published Date : 2019-03-22 09:36:59
  • Views : 1234
  • Modified Date : 2019-03-22 09:36:59

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર શુક્રવારનાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અરૂણ જેટલીએ ખેસ પહેરાવીને ગંભીરનું ભાજપમાં સ્વાગત કર્યું. ગૌતમ ગંભીર નાણા મંત્રી અરૂણ જેટલી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં જોડાયા. તો હવે દિલ્હીથી ગૌતમ ગંભીર લોકસભા ચૂંટણી લડશે તેવી વાતો પણ પ્રબળ બની છે. અરૂણ જેટલીએ આ વિશે કહ્યું કે, “ગૌતમ ગંભીરનાં ભાજપમાં જોડાવાથી બીજેપીને ફાયદો થશે. પક્ષ તેમની પ્રતિભાનો ઉપયોગ કરશે. ” બીજેપી તેમને લોકસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પરથી મેદાનમાં ઉતારી શકે છે. આ સીટ પરથી મીનાક્ષી લેખી અત્યારે સાંસદ છે, જેમની ટિકિટ કાપીને ગૌતમ ગંભીર ચૂંટણી લડી શકે છે. જો કે આ પહેલા ગંભીરે આ વાતોને ફગાવી દીધી હતી અને કહ્યું હતુ કે તેણે આ વિશે વિચાર્યું નહોતુ

Download Our B K News Today App


Related News

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1742