ગળે મળવા અને ગળે પડવા વચ્ચેનું અંતર મને સંસદમાં સમજાયુંઃ મોદી

 • Published By : bknews
 • Published Date : 2019-02-13 12:23:59
 • Views : 473
 • Modified Date : 2019-02-13 12:23:59

વડાપ્રધાન મોદીએ બુધવારે 16મી લોકસભાના સમાપન સત્રમાં સંબોધન કર્યું. આ દરમિયાન મોદીએ કહ્યું કે ત્રણ દશકા પછી અમે પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવી હતી. આઝાદી પછી પહેલી વખત કોંગ્રેસના ગોત્રવાળી સરકાર બની હતી. કોંગ્રેસનું ગોત્ર નથી એવી પહેલી ગઠબંધનવાળી સરકાર અટલજીની હતી અને પૂર્ણ બહુમતવાળી સરકાર 2014માં બની હતી. વડાપ્રધાને વિપક્ષની પણ પ્રશંસા કરી. મોદીએ કહ્યું- જો 5 વર્ષના લેખાજોખા જોવામાં આવે તો વિપક્ષે તાકાત વધારવાનું કામ કર્યું. ગૃહમાં તમામ સાથીઓનું આમાં ગૌરવપૂર્ણ યોગદાન છે.

આ કાર્યકાળમાં મહિલા સાંસદોની ભાગીદારીમાં વધારો: મોદીએ કહ્યું 16મી લોકસભા પર આ વાત માટે ગર્વ કરીશું કે દેશમાં થયેલી તમામ ચૂંટણીઓમાં આ વખતની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધારે છે. 44 મહિલા સાંસદો પહેલી વખત આવી છે. તમામ મહિલાઓએ તેમની હાજરી નોંધાવી હતી. જેથી આપણે તેમનું અભિનંદન કરવુ જોઈએ. પહેલી વખત સ્પીકર મહિલા છે, રજિસ્ટ્રાર જનરલ અને સિક્યુરીટી જનરલ પણ મહિલા છે. આપણા રક્ષામંત્રી અને વિદેશ મંત્રી પણ એક મહિલા જ છે.

મોદીએ કહ્યું- આજે દેશનાં વિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે: વડાપ્રધાને કહ્યું- આજે દેશ દુનિયાનું છઠ્ઠા નબંરની અર્થવ્યવસ્થા બન્યું છે. નિતી-નિર્ધારણ અહીંથી જ થયું છે અને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની તરફ આપણે ઝડપથી વધી રહ્યા છીએ. આજે ભારતનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે, આગળ વધવા માટે સંકટોથી લડવા માટે આટલી તાકાત જરૂરી છે.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

 • by bknews
 • June 14, 2019, 11:34 am
 • 1580

Trump says India’s 50% tariff on US Motorcycles...

 • by bknews
 • June 14, 2019, 11:10 am
 • 1864

SC frees journalist, says liberty is...

 • by bknews
 • June 13, 2019, 11:07 am
 • 1612