ધાનેરાના બાપલા ગામે પોલીસ ટેન્ટમાં આગ લાગતાં અફરા તફરી

  • Published By : bknews
  • Published Date : 2019-04-01 17:54:14
  • Views : 615
  • Modified Date : 2019-04-01 17:54:14

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં પોલીસ દ્વારા હંગામી ચેકપોસ્ટો ઉભી કરવામાં આવી છે. જેથી અસામાજિક પ્રવૃત્તિને રોકી શકાય. શુક્રવારે મોડી સાંજે ધાનેરા તાલુકાના બાપલા ગામે ઉભી કરવામાં આવેલી ચેકપોસ્ટના તંબુમાં અચાનક આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. અને તેમાં પડેલ સામાનને પણ નુકસાન થવા
પામ્યુ હતુ. અને આ આગની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને પોલીસ તથા  ગ્રામજનોની મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
અને આ બાબતની જાણ ૫ાંથાવાડા૫ી.એસ.આઈ.એચ.આઈ.ભાટી પણ પોતાના સ્ટાફ સાથે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં આગ લાગવાનુ કારણ બાજુમાં પડેલ કચરામાં કોઇએ દિવાસળી નાંખતા આ આગ લાગી હોવાનુ પોલીસે જણાવ્યું હતું.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1961