ડીસા પંથકમાં દેશી ફ્રીજનું આગમન

  • Published By : bknews
  • Published Date : 2019-03-29 07:13:18
  • Views : 483
  • Modified Date : 2019-03-29 07:13:18

મોંઘવારી એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી દીધો છે. જીવન
 જરૂરીયાતની ચીજાને મોંઘવારીએ પોતાના સંકજામાં ઝકડી લીધી છે. ત્યારે ગરીબોનું ફ્રીજ ગણાતું રાજસ્થાની સફેદ માટલા પણ આ મોંઘવારીમાં બાકાત રહ્યા નથી. ગરીબોના આ ફ્રીજના રાજસ્થાની સફેદ માટલામાં દર વર્ષે દસ ટકાનો વધારો થતો જાવા મળે છે. ડીસા શહેરના ગાયત્રી મંદિર વિસ્તાર, જલારામ મંદિર, બેકરી વ્હોળામાં તેમજ બજારોમાં વિગેરે વિસ્તારોમાં રાજસ્થાનના સફેદ માટલાના જંગી જથ્થાના ઢગ ખડકાઈ રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે ગરમીમાં દિન પ્રતિદિન વધારો થવા લાગતા ગરમીમાં ઠંડા પાણી આપતા આ રાજસ્થાનની સફેદ માટલા માટે લોકો ખરીદી કરતા હોઈ આવા રાજસ્થાની સફેદ માટલા શહેરમાં નજરે પડવા લાગ્યા છે.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1964