આસામમાં નરેન્દ્ર મોદી ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત રહ્યા ચોકીદારથી કોંગ્રેસ અને ત્રાસવાદી પરેશાન છે નરેન્દ્ર મોદીનો દાવો

  • Published By : bknews
  • Published Date : 2019-03-31 11:23:06
  • Views : 681
  • Modified Date : 2019-03-31 11:23:06

લોકસભા ચુંટણીથ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ તરફથી ચુંટણી પ્રચાર જારદાર તીવ્ર બનાવી દીધો છે. આજે તેઓ આસામના ડિબ્રુગઢ પહોંચ્યા હતા જ્યાં તેઓએ એક જનસભાને સંબોધી હતી. જનસભામાં બોલતા મોદીએ આસામના ચા ઉદ્યોગના બહાને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસને દરેક ચાવાળાથી નફરત છે અને ચાવાળાની ચિંતા અને પીડાને એક ચાવાળા વ્યÂક્ત જ સમજી શકે છે. તેમણે કહ્યું હતું કે ભારતે દુશ્મનના ઘરમાં ઘુસીને મારવા માટે સાહસ કરી બતાવ્યું છે. સમગ્ર દેશ ખુશ છે પરંતુ
કોંગ્રેસના પરિવાર અને
આતંકવાદીઓના ઘરમાં બેચેની જાવા મળે છે. વડાપ્રધાને કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલા તેઓએ આશિર્વાદ આપ્યા હતા. જેના કારણે પૂર્વોત્તર અને આસામમાં અનેક વિકાસ કામો કરવામાં આવ્યા છે. છેલ્લા ૭૦ વર્ષમાં આસામના ૪૦ ટકા ઘર સુધી વીજળી પહોંચી હતી. આજે આસામના દરેક ઘરમાં વીજળી પહોંચી ચુકી છે. પાંચ વર્ષ પહેલા આસામના ૪૦ ટકા ઘરમાં જ ગેસ કનેકશનો હતા. પાંચ વર્ષ બાદ આ આંકડો ૮૫ ટકા સુધી પહોંચી ગયો છે. જનસભામાં બોલતા તેમણે કહ્યું હતું કે ચોકીદારથી માત્ર બે લોકો પરેશાન છે, એક કોંગ્રેસ અને બીજા આતંકવાદીઓ. ચોકીદારથી તેઓ ખુશ છે કે કેમ તેવો પ્રશ્નો લોકોને કર્યો હતો. જ્યારે લોકો મત આપવા માટે બહાર નીકળશે ત્યારે તમામ લોકોના મનમાં વિકાસની ગાથા રહેશે. ભારતે પ્રથમ વખત દુશ્મનના ઘરમાં ઘુસીને
આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે લોકો મત આપવા નિકળશે ત્યારે સૌથી વધારે પરેશાની કોંગ્રેસ અને આતંકવાદીઓને થશે. અમે હવાઈ હુમલા કર્યા ત્યારે
ભારતની સાથે સમગ્ર દુનિયા હતી પરંતુ કોંગ્રેસની  ઉંઘ હરામ થઈ ગઈ હતી. મોદીએ ઉમેર્યું હતું કે પશ્ચિમ બંગાળ હોય કે આસામ જે લોકો ચા સાથે જાડાયેલા છે તે તમામ વ્યÂક્ત સાથે કોંગ્રેસના લોકો નફરત કરે છે. ચાના બગીચામાં કામ
કરનાર લોકોને અમે બેંક ખાતા ખોલાવી ચુક્યા છીએ. ચાના બગીચામાં કામ કરનારી
પ્રસુતાના માતાઓના ખાતામાં ૧૨ હજાર ઉમેરી રહ્યા છીએ. કોંગ્રેસ પાર્ટીએ હમેશા લટકાવવા અને ભટકાવવાના કામ કર્યા છે. અમારી સરકાર આસામના ૨૭ લાખ પરિવારને પાંચ લાખ સુધી મફત સારવારનો લાભ આપી ચુકી છે. કોંગ્રેસે છેલ્લા ૭૦ વર્ષમાં ભારતની છાપ મજબુર દેશની બનાવી હતી. હવે મજબૂત અને નિર્ણાયક સરકારની છાપ ઉભી થઈ છે. મોદીએ આસામમાં બે જગ્યાએ આક્રમક ચુંટણી પ્રચાર કરીને માહોલ ભાજપ તરફી કરવાનો પ્રયાસ કર્યો હતો. એકબાજુ ચોકીદારથી લોકો ખુશ છે ત્યારે બીજી બાજુ અનેક લોકોમાં દહેશત રહેલી છે. કોંગ્રેસની પાસે એવા મામાઓની ફોજ છે દેશને લૂંટવાનું કામ કરી રહી છે. આસામમાંથી તો એક પ્રધાનમંત્રી પણ બની ચુક્યા છે પરંતુ તેઓ એવા હતા કે આસામના લોકોને યાદ પણ નથી. વિપક્ષી દળોના ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું હતું કે મહામિલાવટવાળા લોકો કોઈ બીજા જ બેન્ડબાજા બજાવી રહ્યા છે. હાલત એટલી ખરાબ છે કે ચોકીદારનો વિરોધ કરતા કરતા તેઓ ભારતનો વિરોધ પણ કરવા લાગી ગયા છે. વડાપ્રધાને કહ્યું હતું કે કોઈપણ મામા દેશ હિતથી મોટા હોઈ શકે નહીં. કોંગ્રેસની પાસે મામાઓની ફોજ છે. ક્વાત્રોચી, મિશેલ મામાના નામ તો લોકો ઓળખે છે. ૧૧મી એપ્રિલના દિસે ચોકીદારને મજબૂત કરીને દેશના દલાલો અને ઘુસણખોરોને સંદેશ આપવાનો અવસર છે. મોદીએ રેલીમાં મેં ભી ચોકીદારના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે હંમેશા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પાસે દેશ લૂંટનાર લોકોની ફોજ રહેલી છે. ભારતની સાથે વિશ્વાસઘાત કરનાર અને લૂંટનાર લોકોને ફરી તક આપવાની ભુલ કરી શકાય નહીં. જે લોકોના દિલમાં આસામ રહે છે તે લોકોની સેવામાં અમે લાગેલા છીએ. આસામમાં ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધી મફત ઈલાજ અને પાકા ઘર મળી ગયા છે. આસામના ૧૦ લાખ ખેડુતોને કિસાન સમ્માનનિધિની પ્રથમ રકમ મળી ચુકી છે.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 2059

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 2065