ચીનના મિલિટરી ડ્રોનના કારણે અમેરિકા સાથે આકસ્મિક યુદ્ધની સ્થિતિ સર્જાશેઃ US થિંક ટેન્ક

  • Published By : bknews
  • Published Date : 2019-02-13 12:52:59
  • Views : 445
  • Modified Date : 2019-02-13 12:52:59

અમેરિકન થિંક ટેન્કના રિપોર્ટ અનુસાર, ચીને મિલિટરી ડ્રોન ડેવલપ કર્યા છે જેના કારણે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્મ રેસ અને આકસ્મિક યુદ્ધની સ્થિતિ સર્જાશે. બીજિંગે થોડાં મહિનાઓ અગાઉ ઘાતક માનવરહિત ડ્રોન બોમ્બર અને સ્ટીલ્થ કોમ્બેટ ડ્રોન તૈયાર કર્યા છે, જેને યુદ્ધમાં મુક્યા બાદ દિશાનિર્દેશ માટે માણસોની પણ જરૂર નથી. વોશિંગ્ટનમાં આવેલી થિંક ટેન્કે ચેતવણી આપી છે કે, આ પ્રકારના ડ્રોન યુદ્ધમાં મિલિટરી કાર્યવાહીમાં પણ ઘટાડો કરશે. કારણ કે, ડ્રોન મુક્યા બાદ માણસોની ઓછી જરૂર પડશે.

સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યોરિટી અનુસાર, ડ્રોન ટેક્નોલોજી સામાન્ય રીતે યુદ્ધ દરમિયાન હ્યુમન બ્રેઇનની માફક કામ કરે છે. ચીનના અધિકારીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ માટે ચિંતા વ્યક્ત કરી છે. અધિકારીઓ અનુસાર, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સિસ્ટમના ઉપયોગને લઇને કોઇ નિયમો નહીં હોવાના કારણે ગેરસમજ અને અનિચ્છનીય તણાવ ઉભો થઇ શકે છે. 

ચીનના મોટાંભાગના લીડર્સે મિલિટરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધારાને મહત્વ આવ્યું છે અને આક્રમકતાથી તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. ચીનનું વર્તન આક્રમક રીતે  રોબોટિક વેપન્સ અને સર્વેલન્સ માટે આર્ટિફિશિયલ ટેક્નોલોજીના ડેવલપ, ઉપયોગ અને એક્સપોર્ટનું રહ્યું છે.  ચીનના ડિફેન્સ ફર્મના ઝેંગ યીએ કહ્યું કે, મેકેનિઝમ ઇક્વિપમેન્ટ હ્યુમન બોડીના હાથ જેવું જ કામ કરે છે. ભવિષ્યમાં ઇન્ટેલિજન્સ યુદ્ધોમાં AI સિસ્ટમ હ્યુમન બ્રેઇન તરીકે કામ કરશે. ભવિષ્યમાં યુદ્ધ ઇન્ટેલિજન્સ સર્વોચ્ચતાને લઇ જ થશે.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1580

Trump says India’s 50% tariff on US Motorcycles...

  • by bknews
  • June 14, 2019, 11:10 am
  • 1864

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1612