બોઇંગ ૭૩૭ મેક્સ વિમાન ઉપર અમેરિકામાં પ્રતિબંધ

  • Published By : bknews
  • Published Date : 2019-03-15 13:12:01
  • Views : 625
  • Modified Date : 2019-03-15 13:12:01(ઈ.એમ.એસ.)      વોશિગ્ટન
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હવે તમામ બોઇંગ ૭૩૭ મેક્સ વિમાનના ઉડાણ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે.
આંતરરાષ્ટ્રીય સમુદાયના જારદાર દબાણ વચ્ચે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ અંગે પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે અમે બોંઇંગ ૭૩૭ મેક્સ આઠ અને મેક્સ નવના તમામ વિમાનો પર પ્રતિબંધ મુકી રહ્યા છીએ. ભારત સહિત યુરોપિયન યુનિયનના દેશો અને અન્ય કેટલાક દેશોએ આ વિમાન પર સુરક્ષાના કારણે પ્રતિબંધ મુકી દીધો છે. આ વિમાનના ઉપયોગ પર પ્રતિબંધ મુકનાર પ્રથમ દેશ તરીકે નેધરલેન્ડ રહ્યા બાદ અન્ય દેશો પણ ઝડપથી આ દિશામાં આગળ વધ્યા હતા. સિંગાપોર, ઓમાન સહિતના દેશો પણ પ્રતિબંધ મુકી ચુક્યા છે. બોઇંગ ૭૩૭ મેક્સ-૮ વિમાનો પર પ્રતિબંધ મુકનાર દેશોની
સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સંખ્યા આગામી દિવસોમાં વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જે દેશો દ્વારા આ વિમાનની સેવા બંધ કરી દીધી છે તેમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઓમાન, ઇથિઓપિયા, ચીન, આયરલેન્ડ, ઇન્ડોનેશિયા, મોરોક્કો અને બ્રિટનનો પણ સમાવેશ થાય છે. લાંબા ગાળા બાદ સુરક્ષા પાછા પર વિચારણા ચાલી રહી છે. રવિવારના દિવસે વિમાન દુર્ઘટના થઇ હતી. ત્યારબાદથી એક પછી એક પ્રશ્નો સુરક્ષાને લઇને ઉભા થઇ રહ્યા હતા. હાલમાં કુલ બે વિમાન દુર્ઘટના થઇ છે. જેમાં ૩૪૬ યાત્રીઓના મોત થયા છે. વિમાનમાં કેટલીક ખામી
હોવાના કારણે હવે વૈજ્ઞાનિકો અને બોઇંગ કંપની તરફથી પણ કેટલાક ખુલાસા કરવામાં આવ્યા છે. વિમાનમાં કેટલીક ખામીઓના સંબંધમાં પાયલોટ તરફથી પણ વાત કરવામાં આવી ચુકી છે. ચીને પણ
સ્થાનિક એરલાઇન્સને સોમવારના દિવસે આદેશ જારી કરીને આ પ્રકારના વિમાનોના ઉપયોગ પર બ્રેક મુકવાનો આદેશ જારી કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે  ઇથોપિયાના અદીસ અબાબાથી નૈરોબી જઇ રહેલું ઇથોપિયન એરલાઈન્સનું વિમાન રવિવારના દિવસે  ઉંડાણ ભર્યાના છ મિનિટના ગાળામાં જ તુટી પડ્યું હતું. જેમાં તમામ ૧૫૭ લોકોના મોત થઇ ગયા હતા. મૃત્યુ પામેલાઓમાં ૧૪૯ યાત્રીઓ અને ૮ ક્રૂ મેમ્બરોનો સમાવેશ થાય છે. ઇથોપિયન એરલાઇન્સમાં મૃતકોમાં કેનેડા, ચીન, અમેરિકા, ફ્રાંસ, બ્રિટન અને ઇથોપિયાના નાગરિકો હતા. ઉંડાણ ભર્યા બાદ સવારે ૮.૪૪ વાગે સંપર્ક તુટી ગયો હતો. પાટનગર અદીસથી ૬૦ કિલોમીટરના અંતરે ફ્લાઇટ ઇટી-૩૦૨ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. ઇથોપિયન એરલાઇન્સની ફ્‌લાઈટ અદિસથી નૈરોબી જવા માટે રવાના થઈ હતી. અકસ્માતના મામલે ઉંડી તપાસ ચાલી રહી છે. સુરક્ષાના કારણોસર નિર્ણય કરાયો છે. એક પછી એક દેશ દ્વારા આ વિમાનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામા આવી રહ્યો છે. અમેરિકા બાદ અન્ય દેશો પણ આવા નિર્ણય કરી શકે છે.

Download Our B K News Today App


Related News

Trump says India’s 50% tariff on US Motorcycles...

  • by bknews
  • June 14, 2019, 11:10 am
  • 2499