મજરલોડ બંદૂક સાથે વધુ એક આદિવાસી યુવાનની ધરપકડ

  • Published By : bknews
  • Published Date : 2019-03-29 07:17:08
  • Views : 444
  • Modified Date : 2019-03-29 07:17:08

અમીરગઢમાં  ચાર દિવસ અગાઉ  ચાર બંદૂક અને બંદૂક  બનાવવાની  સામગ્રી  સાથે  એક આદિવાસી યુવાન ઝડપાયો હતો.લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ અમીરગઢ પોલીસ સતર્ક બની હતી .જેના ભાગરૂપે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચનાને આધારે અમીરગઢ પોલીસ સક્રિય બની છે તેમજ અમીરગઢ તાલુકાના
પી.એસ.આઇ. સી. પી. ચૌધરી અને  તેમના સ્ટાફે ગેરકાયદેસર હથિયાર  ધરાવતા તત્વો વિરૂધ્ધ લાલ આંખ કરી છે.
આમ આવનારી  લોકસભાની ચૂંટણી મુક્ત અને નિર્ભય વાતાવરણમાં પૂર્ણ થાય તે હેતુથી  અમીરગઢ પોલીસ સ્ટેશનની હદમાં  ગેરકાયદેસર અને પરવાના વિનાની બંદૂકો ધરાવતા બે આદિવાસી ઇસમો સાથે કુલ પાંચ બંદૂકો  તેમજ  બંદૂક બનાવવાની સામગ્રી
ઝડપી પાડી છે. અમીરગઢ
પોલીસે બાતમીને આધારે ગતરોજ ઢોલિયા ગામે રહેતા કાંતિભાઇ તેજાભાઇ ભગોરાના રહેણાંક મકાનમાંથી
ગેરકાયદેસર  એક મજરલોડ બંદૂક મળી આવતા આ ઇસમને
ઝડપી લીધો હતો અને તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ચાર દિવસ અગાઉ પણ અમીરગઢ પોલીસે ખારી ગામના આદિવાસી હંસાભાઇ ધૂડાભાઇના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ચાર બંદૂક અને બંદૂક બનાવવાની સામગ્રી સાથે  ઝડપી પાડી  તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ  ધરી હતી. ત્યારે લોકમુખે એવી
પણ ચર્ચા છે કે બાતમીને આધારે પોલીસ આ વિસ્તારમાંથી  વધુ ગેરકાયદેસર હથિયારો ઝડપી શકે છે.
આમ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને આધારે ગેરકાયદેસર બંદૂકો તેમજ બંદૂક બનાવવાની સામગ્રી  સાથે ખારી અને ઢોલિયા ગામેથી બે  આદિવાસી ઇસમોને ઝડપી લઇ આગળની કાયદેસરની કાર્યવાહી અમીરગઢ પી.એસ.આઇ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1964