ઑસ્ટ્રેલિયાનાં પૂર્વ ઘાતક બોલર મેક્ગ્રાએ કહ્યું, “વર્લ્ડ કપમાં ભારત માટે આ બે બૉલર્સ છે મહત્વનાં”

  • Published By : bknews
  • Published Date : 2019-03-22 09:40:38
  • Views : 1449
  • Modified Date : 2019-03-22 09:40:38


પૂર્વ ઑસ્ટ્રેલિયાઈ ઝડપી બૉલર ગ્લેન મેક્ગ્રા 3 વખત વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહ્યા છે. તેઓ જાણે છે કે મોટી ટૂર્નામેન્ટ્સ કઈ રીતે જીતી શકાય છે. તેઓ અત્યારે ભારતમાં એમઆરએફ પેસ અકેડેમીનાં નિર્દેશક છે. તેમણે વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાનાં જીતવાની તકો પર વાત કરી. આ ઉપરાંત સ્ટિવ સ્મિથ અને ડેવિડ વૉર્નરનાં આવવાથી ટીમ પર શું અસર પડશે તેના પર પણ વાત કરી. મેગ્રાએ ભારતીય પેસ બૉલિંગ પર વાત કરી. વૉર્નર અને સ્મિથ IPLમાં કેવું પ્રદર્શન કરશે તે વિશે વાત કરતા તેમણે કહ્યું કે, “મને લાગે છે કે તેઓ સારું પ્રદર્શન કરશે. તેઓ છેલ્લા 12 મહિનાથી રમતથી દૂર છે, પરંતુ આટાલ મોટા સ્તર પર રમવા માટે તેઓ ઘણા ઉત્સાહિત છે. તેઓ એ સાબિત કરવા માંગશે કે તેઓ રમત માટે પ્રતિબદ્ધ છે. તેઓ એ સ્તરથી જ શરૂઆત કરવા ઇચ્છશે જે સ્તરેથી તેમણે છોડ્યું હતુ.”વૉર્નર અને સ્મિથનાં આવવાથી ટીમનાં અન્ય ખેલાડીઓ જે ટીમમાં જગ્યા બનાવવા મથતા હતા તેમના માટે મુશ્કેલીઓ સર્જાશે? તે વિશે મેક્ગ્રાએ જણાવ્યું કે, “વૉર્નર અને સ્મિથનાં આવવાથી ઑસ્ટ્રેલિયાઈ પસંદગીકારોની મુશ્કેલી વધશે, પરંતુ આવુ દરેક પસંદગીકાર ઇચ્છે છે. મને લાગે છે કે વૉર્નર ઑપનિંગ બેટ્સમેન તરીકે પુનરાગમન કરશે અને ઉસ્માન ખ્વાજા નંબર 3 અને સ્ટીવ સ્મિથ નંબર 4 પર બેટિંગ કરશે. ભારત સામે ઑસ્ટ્રેલિયાએ જીતેલી વન ડે સીરીઝને કઈ રીતે જુઓ છો? તે વિશે મેક્ગ્રાએ જણાવ્યું કે, “મને લાગે છે કે આ જીતથી ટીમને ફાયદો થશે. ઑસ્ટ્રેલિયામાં રમાયેલી સીરીઝમાં ટીમનું પ્રદર્શન એટલું સારું રહ્યું નહોતુ, પરંતુ અહીં રમાયેલી સીરીઝમાં ઑસ્ટ્રેલિયાનાં આત્મવિશ્વાસમાં ઘણા વધારો થયો. વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાની આશાઓ હવે પહેલાથી વધારે છે. જો કે આપણે એ જોવાનું રહેશે કે તેઓ પાકિસ્તાન સામે યુએઈમાં કેવું પ્રદર્શન કરે છે.


તો ભારતીય ઝડપી આક્રમણની તાકાત અને કમજોરીને તમે કઈ રીતે જુઓ છો? તેવા પ્રશ્નનાં જવાબમાં મેક્ગ્રાએ કહ્યું કે, “ઑસ્ટ્રેલિયામાં રમવામાં આવેલી ટેસ્ટ સીરીઝ દરમિયાન મને કોઈ જ કમજોરી જોવા મળી નહીં. ભારતીય બૉલિંગ શાનદાર હતી. હવે બૉલર્સને ફિટ રાખવાની વાત છે. હું બુમરાહનો મોટો પ્રશંસક છું. તે પોતાની રમતને અલગ સ્તર પર લઇ ગયો છે. મારી નજરમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ભારતનાં મિશન વર્લ્ડ કપનો મહત્વનો ભાગ છે. ભુવનેશ્વર એક સ્વિંગ બૉલર છે અને તેણે સારું પ્રદર્શન કરવું પડષે. તે ઘણી સમજદારી સાથે બૉલિંગ કરે છે. એકદિવસીય ક્રિકેટમાં બુમરાહનું પ્રદર્શન શાનદાર છે. તે અંતિમ ઑવર્સમાં જે ઝડપથી યૉર્કર ફેંકે છે તે કમાલ છે.”

તો વિરાટ કોહલીની બેટિંગ અને કેપ્ટન્સી પર તેમણે કહ્યું કે, “તે ક્લાસ પ્લેયર છે. પોતાના કેરિયરનાં પૂર્ણ થતા સુધી તેમનું નામ બ્રાયન લારા અને સચિન તેંડુલકરનાં નામ સાથે લેવામાં આવશે. કોહલી ઘણો આક્રમક કેપ્ટન અને ખેલાડી છે. તે રમતમાં સંપૂર્ણપણે સમર્પિત થઇ જાય છે. પહેલા જો તે સારું રમી રહ્યો હોય, ત્યારે સારું રહેતુ, પરંતુ દબાણમાં તે આવી જતો હતો. પરતું હવે એવું નથી. તે ઘણો પરિક્વ થઈ ગયો છે. તે પોતાની રમતને સમજે છે. તેમણે વિરોધી ટીમ પાસેથી સમ્માન મેળવ્યું છે

Download Our B K News Today App


Related News

Trump says India’s 50% tariff on US Motorcycles...

  • by bknews
  • June 14, 2019, 11:10 am
  • 2100

SC frees journalist, says liberty is...

  • by bknews
  • June 13, 2019, 11:07 am
  • 1742