આલિયાનું એવરેસ્ટ આરોહણ

  • Published By : bknews
  • Published Date : 2019-03-15 12:25:16
  • Views : 1473
  • Modified Date : 2019-03-15 12:25:16


છેલ્લાં કેટલાંક વર્ષોમાં આલિયા ભટ્ટે કરેલી ફિલ્મો પર નજર કરશો એટલે કે આલિયા ભટ્ટની ફિલ્મોના પ્રવાસ પર નજર નાખવાથી એક વાત સુપેરે સમજાઈ જશે કે માત્ર ૨૫ જ વર્ષની આલિયાએ એની કારકિર્દીમાં
ગણતરીપૂર્વકનું જોખમ ખેડ્‌યું છે. ફિલ્મ ‘ગલીબાય’માં રણવીરસિંહની સામે ઝમકદાર દેખાવ કર્યા બાદ હવે ટૂંક સમયમાં આલિયા ફિલ્મ ‘કલંક’ અને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ બેઉ ફિલ્મોમાં એની ભૂમિકા, એના પોતાના શબ્દોમાં, ‘લેયર્ડ કૅરેક્ટર્સ’ છે એટલે કે આ ફિલ્મોના એનાં પાત્રો વિવિધસ્તર ધરાવે છે. આમ એણે ફરી એકવાર પડકારજનક ભૂમિકા પસંદ કરી છે.
આલિયાએ અરુણિમા સિંહાની આત્મકથનાત્મક ફિલ્મ માટે લીલીઝંડી આપી દીધી છે, છેલ્લાં થોડા વર્ષોથી આ ફિલ્મનું આયોજન થઈ રહ્યું છે. અરુણિમા માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પહેલી દિવ્યાંગ મહિલા છે. સૂત્ર જણાવે છે કે, અરુણિમાનું જીવન વિશ્ર્વભરના ઘણા લોકો માટે પ્રેરણાદાયી છે અને એણે મળવેલી સિદ્ધિ એ કોઈ સામાન્ય કામ નથી! ફિલ્મસર્જકોએ જ્યારે અરુણિમાનો સંપર્ક કર્યો અને તેઓ એનાં જીવન પરથી ફિલ્મ બનાવવા માગે છે તથા એની ભૂમિકા માટે આલિયા ભટ્ટને લેવાની યોજનામાં છે, એવું જણાવ્યું ત્યારે અરુણિમા એક્દમ આનંદમાં આવીને ઉત્સુક બની ગઈ હતી તો સામે પક્ષે ફિલ્મ ‘રાઝી’ની અભિનેત્રી તરફથી પણ તરત જ ‘યસ’નો જવાબ પણ આવી ગયો હતો. સૂત્રે ઉમેર્યું હતું કે, "આ એક અસાધારણ કથા છે. આલિયાએ અરુણિમાની વાતનો અભ્યાસ કર્યો હતો અને આ સાહસને હોકાર આપ્યો હતો. જોકે, નિર્માતાઓએ હજી સુધી આલિયાની તારીખો નક્કી કરી નથી. વળી, હાલમાં આલિયાની અન્ય ફિલ્મોની જવાબદારી અને વ્યસ્તતાને જોતાં નિર્માતાઓ આ પ્રોજેક્ટને વર્ષ ૨૦૨૦માં શરૂ કરવાની ધારણા રાખે છે.
ઉપરાઉપરી બે બ્લોકબસ્ટર ફિલ્મો આપીને આલિયા ભટ્ટ હાલમાં આકાશને આંબી રહી છે! આજે આલિયા પાસે એક એકથી ચડિયાતા પ્રોજેક્ટ છે.  અહીં નોંધવાની બાબત એવી છે કે, અરુણિમા નેશનલ વાલીબાલ ખેલાડી હતી. એ કેટલાક લૂંટારા સાથે લડતાં ચાલતી ટ્રેનમાંથી પડી ગઈ હતી. આ દુર્ઘટનમાં એણે એક પગ ગુમાવ્યો હતો. જોકે, આ ઘટનાથી અરુણિમા હિંમત હારી નહીં અને ઘટનાના એક વર્ષની અંદર જ એ એવરેસ્ટ સર કરનારી પહેલી દિવ્યાંગ મહિલા બની હતી.

Download Our B K News Today App


Related News

આલિયાનું એવરેસ્ટ...

  • by bknews
  • March 15, 2019, 12:25 pm
  • 1473

સોનાક્ષી...

  • by bknews
  • March 1, 2019, 12:35 pm
  • 1880