અમદાવાદમાં પારો ૪૧થી ઉપર પહોંચી ગયો

  • Published By : bknews
  • Published Date : 2019-04-01 18:07:30
  • Views : 1310
  • Modified Date : 2019-04-01 18:07:30


ગરમીનું પ્રમાણ હજુ વધવાના સંકેત ઃ રસ્તાઓ બપોરના ગાળામાં સુમસામ બન્યા ઃ બે ત્રણ દિવસમાં પારો વધશે

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તીવ્ર ગરમી હજુ શરૂ થઇ નથી ત્યારે પહેલાથી જ પારો ૪૧થી ઉપર પહોંચી ચુક્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લોકો વધારે હેરાન પરેશાન થઇ શકે છે. પારો ૪૧થી પણ ઉપર પહોંચી ગયો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૫, ડિસામાં ૪૧.૫, સુરેન્દ્રનગરમાં ૪૧.૩, ભુજમાં ૪૧ સુધી પારો રહ્યો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનેક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમરેલી,
સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ કાતિલ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદ માટેની આગાહીમાં પણ ચિંતાજનક બાબત દર્શાવવામાં આવી છે. આજે રવિવારના દિવસે રજા હોવાથી લોકો ઘરથી બહાર
નિકળ્યા ન હતા. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૧ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે. ફરીએકવાર હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા,
સુરત, વલસાડ, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં હિટવેવનું મોજુ ફરી વળે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. મહત્તમ તાપાનમાં સતત વધારો થતાં લોકો પરેશાન થયેલા છે. સાથે સાથે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે.  આ ઉપરાંત કેટલીક જગ્યાએ ૪૨થી પણ ઉપર પારો પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. કાતિલ ગરમીથી લોકો હવે પરેશાન થવા લાગ્યા છે.


Download Our B K News Today App


Related News

Sparing Gujarat, Cyclone Vayu moves towards...

  • by bknews
  • June 14, 2019, 11:34 am
  • 1961