આલિયા ભટ્ટ સાથે સડક-૨ ફિલ્મમાં આદિત્ય રોય રહેશે

  • Published By : bknews
  • Published Date : 2019-02-21 08:05:43
  • Views : 397
  • Modified Date : 2019-02-21 08:05:43

મુંબઇ,
આદિત્ય રોય કપુર અને આલિયા ભટ્ટ બોલિવુડના યુવા ટેલેન્ટ તરીકે છે. આ બંને કલાકારોની પાસેથી ચાહકો હમેંશા સારા દેખાવની અપેક્ષા રાખે છે. ફિલ્મોમાં પોતાની એÂક્ટગના કારણે આ કલાકારો પોતાની કુશળતા સાબિત કરી ચુક્યા છે. જેથી તેમની પાસે સતત સારી ફિલ્મો આવી રહી છે. હવે બંને કરણ જાહરની ફિલ્મ કલંકમાં પણ કામ કરી રહી છે. જેમાં તે આદિત્ય રોય કપુરની સાથે જ નજરે પડનાર છે. કલંક ઉપરાંત આ જાડી સડક-૨ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. આલિયા સાથે બીજી ફિલ્મ મળતા આદિત્ય રોય કપુર ભારે આશાવાદી છે. રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે બંને ફિલ્મો બિલકુલ અલગ પ્રકારની ફિલ્મો છે. આલિયા સાથે ફિલ્મને લઇને વાત કરતા આદિત્યે કહ્યુ છે કે તે નવી ફિલ્મને લઇને આશાવાદી છે. આલિયા ભટ્ટ ખુબ કુશળ સ્ટાર પૈકીની એક તરીકે છે. તેનુ કહેવુ છે કે એક ફિલ્મ બાદ બીજી ફિલ્મમાં જ્યારે સહ અભિનેતા સાથે કામ કરવાની તક મળે છે ત્યારે વધારે શાનદાર દેખાવ કરવાની જરૂર હોય છે. સડક-૨ ફિલ્મ માર્ચ ૨૦૨૦માં રજૂ કરવાની યોજના છે. વર્ષ ૧૯૯૧માં મુળ ફિલ્મ આવી હતી. જેમાં પુજા ભટ્ટ અને સંજય દત્તે મુખ્ય ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. બીજી બાજુ કરણ જાહરની ફિલ્મ કલંકમાં પણ આ જાડી સાથે કામ કરી રહી છે. કલંકમાં આલિયા અને આદિત્ય ઉપરાંત સંજય દત્ત, માધુરી, વરૂણ ધવન અને સોનાક્ષી સિંહાની ભૂમિકા છે. ફિલ્મને આ વર્ષે ૧૯મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ મલ્ટીસ્ટાર ફિલ્મ છે. જેમાં દરેક મોટા સ્ટાર છે. સાથે સાથે તમામ કલાકારોને યોગ્ય તક આપવામાં આવી છે. ફિલ્મની રજૂઆતને લઇને ચાહકો રાહ જાઇ રહ્યા છે. કરણ જાહરની ફિલ્મ હમેંશા  રોમાંચક રહે છે.
આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App


Related News

આલિયાનું એવરેસ્ટ...

  • by bknews
  • March 15, 2019, 12:25 pm
  • 1146

સોનાક્ષી...

  • by bknews
  • March 1, 2019, 12:35 pm
  • 1563