કોણ બનશે ટીમ ઇન્ડિયાનો હેડ કોચ? ગંભીર મૌન, BCCI પાસે પણ અન્ય વિકલ્પ નહીં

  • Published By : bknews
  • Published Date : 2024-05-28 11:49:13
  • Views : 89
  • Modified Date : 2024-05-28 11:49:13

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજી કરવાની સમયમર્યાદા સોમવારે પુરી થઈ ગઈ છે. હજુ સુધી સામે નથી આવ્યું કે આ પદ માટે કોણે અરજી કરી છે. અત્યારના કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ બાદ પુરો થઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજી કરવાની સમયમર્યાદા સોમવારે પુરી થઈ ગઈ છે. ગૌતમ ગંભીરને આ પદના સૌથી પ્રબળ દાવેદાર જણાવવામાં આવી રહ્યા છે. પરંતુ ગંભીર અને BCCIએ આ વિશે કંઈ કહ્યું નથી. બોર્ડ અને ગૌતમ ગંભીરે તેના પર ચુપ્પી સાંધી છે. હાલ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ બાદ પુરો થઈ રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ એક જૂનથી 29 જૂન સુધી વેસ્ટઈન્ડીઝ અને અમેરિકામાં રમાશે.

કોલકાતા નાઈટરાઈડર્સને ત્રીજી આઈપીએલ ટ્રોફી અપાવનાર ગંભીરની દાવેદારી પ્રબળ થઈ ગઈ છે. બન્ને પક્ષોએ આ વિશે કંઈ કહ્યું નથી. લાગી રહ્યું છે કે બીસીસીઆઈના સામે કોઈ દમદાર વિકલ્પ નથી. માનવામાં આવી રહ્યું છે કે કોઈ મોટા વિદેશી નામે કોચ બનવાની ઈચ્છા વ્યક્ત નથી કરી.

બોર્ડ સચિવ જય શાહ કહી ચુક્યા છે કે તેમને એવા ઉમેદવારની શોધ છે જે ભારતીય ક્રિકેટને સારી રીતે સમજતો હોય. BCCIની નજર VVS લક્ષ્મણ પર હતી પરંતુ તેમની રૂચી આ પદ માટે ઓછી દેખાઈ રહી છે. લક્ષ્મણ હાલ એનસીએના પ્રમુખ છે.

બોર્ડના એક સૂત્રએ જણાવ્યું, "સમય મર્યાદા ઠીક છે પરંતુ બોર્ડ નિર્ણય લેતા પહેલા થોડો સમય લઈ શકે છે. આ સમય ટીમ ટી20 વિશ્વ કપની તૈયારીમાં વ્યસ્ત છે. તેના બાદ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસ પર સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે અને એનસીએથી કોઈ સીનિયર કોચ ટીમની સાથે જઈ શકે છે. એવામાં ઉતાવળ ક્યાં છે." કેકેઆરના માલિક શાહરૂખ ખાનના ગંભીર સાથે સારા સંબંધ છે. એટલે કે તેમના માટે આઈપીએલ ટીમને છોડવી સરળ નહીં હોય. બીજુ એક કારણ એ  પણ છે કે આ સમયે ન્યૂયોર્કમાં હાજર ભારતના સીનિયર ખેલાડીઓનું ગંભીરના કોચ બનવાની સંભાવના પર શું મંતવ્ય છે તેને  પણ અવગણી ન શકાય.

Download Our B K News Today App


Related News