ડીસાના હવાઈ પીલ્લર મેદાન પાસે પાંચ વર્ષ અગાઉ બનાવેલો નાનાજી દેશમુખ બાગ અનેક વિવાદોમાં સપડાયા બાદ આજે હાઇકોર્ટના આદેશથી ખુલ્લો મુકવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-24 19:18:49
  • Views : 257
  • Modified Date : 2022-09-24 19:18:49


ડીસાના હવાઈ પીલ્લર મેદાન પાસે પાંચ વર્ષ અગાઉ બનાવેલો નાનાજી દેશમુખ બાગ અનેક વિવાદોમાં સપડાયા બાદ આજે હાઇકોર્ટના આદેશથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જાગૃત નાગરિકોના પ્રયાસથી ખુલ્લા મુકાયેલા બાગનો જશ લેવા રાજકીય પાર્ટીઓમાં હોડ જામી હતી . . . .


ડીસાના હવાઈ પિલર મેદાનની બાજુમાં બે એકર ઉપરાંત જમીનમાં રૂપિયા અઢી કરોડના ખર્ચે ડીસા શહેરની પ્રજા માટે પાલિકાના તત્કાલીન પ્રમુખ પ્રવીણભાઈ માળી અને તેમની ટીમ દ્વારા સુંદર બગીચાનું નિર્માણ કર્યું હતું.જોકે બગીચો સરકારી જમીનમાં હોઇ બગીચો બનાવવા પૂર્વે સરકારની કોઈ મંજૂરી લીધી હોવાથી બગીચાનું ઉદ્ઘાટન પૂર્વે તત્કાલીન કલેકટરે બગીચા પર સ્ટે મૂકી દીધો હતો. જોકે બગીચાના સ્ટે પાછળ ભાજપનો આંતરિક વિખવાદ જવાબદાર હોવાનું ચર્ચામા રહ્યું હતું. સ્ટે ના કારણે રૂપિયા અઢી કરોડના ખર્ચે બનેલો બગીચો ઉજ્જડ અને વેરાન બની ગયો હતો.ત્યારબાદ ડીસાના જાગૃત નાગરિક સુભાષ ઠક્કર સહિત આમ આદમી પાર્ટી ના લોકો હાઇકોર્ટમાં બગીચો ખોલાવવા અપીલ કરી હતી. જ્યારે નગરપાલિકાના ગત બોર્ડના પ્રમુખ શિલ્પાબેન માળી, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોરે સરકારમાં પણ રજૂઆત કરતા હાઈકોર્ટે બગીચો ખુલ્લો કરવા આદેશ કર્યો હતો. જોકે તેમ છતાં નાયબ કલેકટર કે ચીફ ઓફિસરે બગીચો ખુલ્લો મુકતા અરજદાર સુભાસ ઠક્કરે કોર્ટ ઓફ કન્ટેન્ટ ની અરજી કરી હતી. જેથી આજે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત પાલિકાના સદસ્યો ની ઉપસ્થિતિમાં બગીચાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. . . .


Download Our B K News Today App



Related News