ખુદ્દારીની વાત:મુંબઈમાં ઓટો ચલાવતા હતા, ક્યારેક ટ્રેનિંગ માટે 5 હજાર રૂ. પણ નહોતા; આજે મશરૂમની ખેતીથી દર મહિને 3 લાખનો બિઝનેસ કરી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-18 14:20:30
  • Views : 563
  • Modified Date : 2021-07-18 14:20:30

    યુપીના ભદોહી જનપદમાં રહેતા રામચંદ્ર દૂબે ગરીબીમાં ઉછર્યા. પિતાજી મુંબઈમાં એક મિલ કામદાર હતા. પરિવારમાં અન્ય કોઈ કમાનાર નહોતું. પૈસાની તંગીથી ધો. 12 પછી તેમણે અભ્યાસ છોડી દેવો પડ્યો અને તેઓ પણ મુંબઈ ચાલ્યા ગયા. પિતાજીની સાથે મિલમાં કામ કરવા લાગ્યા. તેના પછી અનેક વર્ષો સુધી તેમણે ઓટો રિક્ષા ચલાવી, પ્રાઈવેટ કંપનીઓમાં કામ કર્યુ, મજૂરી કરી.વર્ષ 2017માં તેઓ મુંબઈથી ગામડે પરત આવ્યા. અહીં તેમણે મશરૂમની ખેતી શરૂ કરી. પ્રોડક્શન તો થયું પરંતુ વેચાણ ન થઈ શક્યું. કમાણીના સ્થાને તેમને ખોટ સહન કરવી પડી પણ તેમણે હાર માની લેવાના બદલે કોશિશ જારી રાખી. આજે તેઓ સફળ ખેડૂત છે. દર મહિને 2થી 3 લાખનો બિઝનેસ કરી રહ્યા છે. એક ડઝનથી વધુ લોકોને તેમણે રોજગારી પણ આપી છે. 62 વર્ષીય રામચંદ્ર જણાવે છે કે 1980માં હું ધો. 12 પછી મુંબઈ ચાલ્યો ગયો. પરિવારની આર્થિક સ્થિતિ બરાબર નહોતી. આથી પિતાજી જે મિલમાં કામ કરતા હતા, જ્યારે હું પણ કામ કરવા લાગ્યો, પરંતુ અહીં વધુ દિવસો સુધી મારૂં મન ન લાગ્યું. બે વર્ષ પછી મેં ઓટો ચલાવવાનું શરૂ કર્યુ. વધુમાં વધુ આવક થવા લાગી, તેથી કલાકો સુધી ઓટો ચલાવતો હતો. ઘણીવાર તો ઓટોમાં જ રાત પણ પસાર કરવી પડતી હતી.

    5-6 વર્ષ તેમણે ઓટો ચલાવવાનું કામ કર્યું. તેના પછી મુંબઈમાં એક કોઓપરેટિવ સોસાયટીમાં જોડાઈ ગયા. થોડા વર્ષો સુધી તેમણે અહીં કામ કર્યુ. તેના પછી અનેક લોકો ગરબડ કરવા લાગ્યા. તેનાથી પરેશાન થઈને રામચંદ્ર સોસાયટીથી અલગ થઈ ગયા. તેના પછી તેમણે પ્રાઈવેટ કંપનીઓમાં કામ કર્યુ. તેના પછી એલઆઈસી સાથે જોડાઈ ગયા. એટલે કે બધુ મળીને જેમ તેમ રોજીરોટીની વ્યવસ્થા કરતા રહ્યા.તેના પછી રામચંદ્રએ મશરૂમનું પ્રોસેસિંગ કરવાનું શરૂ કરી દીધું. તેઓ મશરૂમમાંથી પાઉડર, અથાણાં, પાપડ જેવી પ્રોડક્ટ બનાવવા લાગ્યા. તેનાથી તેમની પ્રોડક્ટની વેલ્યુ એડિશન પણ થઈ અને મશરૂમ ખરાબ થવાથી બચી ગયા. હાલ રામચંદ્ર ભદોહી, જૌનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં પોતાની પ્રોડક્ટ વેચે છે. અનેક શહેરોમાં સ્ટોલ લગાવીને પણ તેઓ માર્કેટિંગ કરે છે. એક ડઝનથી વધુ મહિલાઓને તેમણે રોજગારી આપી છે. જ્યારે અનેક ખેડૂતો તેમની સાથે જોડાઈને સારી એવી કમાણી કરી રહ્યા છે.મશરૂમની ખેતીથી ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં સારો નફો કમાઈ શકાય છે. જો તમારી પાસે અગાઉથી કોઈ પાકા બાંધકામનું ઘર છે તો ભલે, નહીંતર તમે ઝૂંપડી મોડેલ અપનાવી શકો છો. તેમાં ખર્ચ ઓછો આવશે. તેના પછી ખાતર તૈયાર કરવા અને મશરૂમના બીજનો ખર્ચ આવશે. તેના પછી મેઈન્ટેનન્સમાં પણ કેટલાક પૈસા લાગશે. બધુ મળીને 3થી 4 લાખ રૂપિયામાં નાના લેવલે મશરૂમની ખેતીની શરૂઆત કરી શકાય છે. એક વર્ષમાં ત્રણ વાર ઉપજનો લાભ લઈ શકાય છે. એટલે કે 8થી 10 લાખ રૂપિયાની કમાણી આસાનીથી કરી શકાય છે.

    વર્ષ 2001ની વાત છે. રામચંદ્ર ગામમાં આવ્યા હતા. એક દિવસ તેમણે અખબારમાં એક જાહેરાત જોવા મળી. જેમાં લખ્યું હતું કે જમીન વિના ખેતીથી લાખો રૂપિયા કમાઓ. પહેલા તો તેમને એ વાતનો ભરોસો ન આવ્યો. જમીન છે તેઓ ખેતીથી કમાણી કરી શકતા નથી તો પછી જમીન વિના કેવી રીતે કમાઈ શકાય. તેના પછી તેમણે એ જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કર્યો. ત્યારે તેમને મુંબઈ બોલાવવામાં આવ્યા.રામચંદ્ર કહે છે કે ગામડેથી પરત મુંબઈ આવ્યા પછી હું જાહેરાતમાં આપેલા એડ્રેસ પર ગયો. ત્યાં ગયા પછી મને મશરૂમ અંગે જાણકારી મળી. મારા માટે આ બિલકુલ નવો શબ્દ હતો. પ્રથમવાર મેં તેનું નામ સાંભળ્યું હતું. 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરીને મેં તેના વિશે જાણકારી મેળવી પણ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે 5000 રૂપિયા મારી પાસે માગવામાં આવ્યા. ત્યારે મારી પાસે એટલા પૈસા નહોતા. કોશિશ કર્યા પછી પણ હું 5000 રૂપિયાની વ્યવસ્થા ન કરી શક્યો. નાછૂટકે નિરાશ થઈને મારે પરત આવવું પડ્યું. તેના પછી હું મારા કામમાં ફરી પરોવાઈ ગયો પણ મને મશરૂમની ટ્રેનિંગ ન લઈ શક્યાનો અફસોસ રહી ગયો.રામચંદ્ર કહે છે કે હું મુંબઈથી પોતાના ગામે આવતો રહેતો હતો. થોડી ખેતીવાડી હતી, મારી થોડી જમીન જૌનપુર જિલ્લામાં પણ હતી. તેના વિશે વિવાદ હતો. આ મામલે મારે ઘણીવાર જૌનપુર જવાનું પણ થતું હતું. 2017માં પણ હું જૌનપુર આવ્યો હતો. ત્યારે ગામના લોકો સાથે એમ જ ખેતી વિશે ચર્ચા થતી રહેતી. મારા ખેતર નકામા પડેલા હતા, તેમાં લાંબું લાંબુ ઘાસ ઊગી નીકળ્યું હતું. આ જોઈને મને પરેશાની થઈ અને મેં ખેતર સાફ કરાવી દીધું.રામચંદ્રએ એક સ્થાનિક ખેડૂતની મદદથી 2017માં 800 રૂપિયાના ખર્ચે મશરૂમની ખેતી શરૂ કરી. બે મહિના પછી ઉપજ પણ નીકળવા લાગી. ત્યારે મોટાભાગના લોકો તેનાથી પરિચિત નહોતા તો તેમને મફતમાં જ સૌને વહેંચવાનું શરૂ કરી દીધું. તેનાથી લોકોમાં થોડી જાગૃતિ વધી.વધુ ઉપજ થઈ તો તેમણે લોકલ માર્કેટમાં દુકાનો પર મશરૂમ રાખવાનું શરૂ કરી દીધું. તેનાથી ધીમે ધીમે પણ તેમની ઉપજ વેચાવા લાગી. દરરોજ તેઓ 20થી 22 કિલો મશરૂમનું માર્કેટિંગ કરવા લાગ્યા. તેનાથી તેમને સારી એવી કમાણી થઈ જતી હતી.

    2018ના અંત સુધીમાં તેમનું પ્રોડક્શન વધવા લાગ્યું. તેમની સાથે બીજા ખેડૂતો પણ મશરૂમ ઉગાડવા લાગ્યા હતા. રામચંદ્રની સામે હવે મુશ્કેલી એ હતી કે આટલી મોટી ઉપજ ક્યાં વેચવી? અહીં તો નાનું જ માર્કેટ છે. મશરૂમ વેચાશે નહીં તો ખરાબ થઈ જશે. ત્યારે તેમણે ફરીથી મુંબઈવાળા ટ્રેનરની યાદ આવી અને તેઓ મુંબઈ રવાના થઈ ગયા. તેમણે ટ્રેનરને કહ્યું કે અમે મશરૂમ ઉગાડી રહ્યા છીએ, તમે ખરીદવાની વાત કહી હતી તો હવે અમારી ઉપજ લો પણ તેમણે ઈનકાર કરી દીધો.તેના પછી નિરાશ થઈને રામચંદ્ર ગામમાં આવ્યા. હવે તેમની સામે બેવડી મુસીબત હતી. એક તરફ માર્કેટિંગ નહોતા કરી શકતા તો બીજી તરફ બાકીના ખેડૂતો તેમની તરફ આશા રાખીને બેઠા હતા. આથી બેક ગિયર લેવું પણ શક્ય નહોતું.આ જોઈને કેટલાકે કટાક્ષ પણ કર્યુ કે ખેતી કરવી જ નથી તો પૈસા કેમ ખર્ચ કર્યા. મને પણ સમજાતું નહોતું કે હવે શું કરવું. ત્યારે એક પરિચિતે મને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જવાની સલાહ આપી. ત્યાં પ્રથમવાર ગયો તો અધિકારીઓને મળી ન શક્યો. બીજીવાર જવા પર મને મશરૂમની ટ્રેનિંગ વિશે ખ્યાલ આવ્યો.2001માં પૈસાની તંગીના કારણે મશરૂમની ટ્રેનિંગ ન લઈ શક્યાનો અફસોસ રહી ગયો હતો. આથી અહીં જ્યારે ફ્રીમાં ટ્રેનિંગની ઓફર મળી તો તત્કાળ રજિસ્ટ્રેશન કરાવી લીધું. 5 દિવસની ટ્રેનિંગ પછી મને મશરૂમની ખેતીની સારી એવી જાણકારી મળી અને મારૂં વલણ એ તરફ વધ્યું. આથી મેં નક્કી કર્યુ કે હવે પરત મુંબઈ નહીં જઉં.રામચંદ્ર કહે છે કે ટ્રેનિંગ તો લઈ લીધી પણ મુશ્કેલી એ હતી કે બીજ ક્યાંથી લાવવા. કોઈ કિસાન તેના માટે તૈયાર પણ થતા નહોતા. જે ખેડૂત તેના વિશે જાણતા હતા, તેઓ કહેતા હતા કે તેનું માર્કેટ નથી, પ્રોડક્શન કરીએ તો પણ વેચીશું ક્યાં?તેઓ કહે છે કે ત્યારે મને મુંબઈવાળા ટ્રેનરની વાત યાદ આવી. તેમણે કહ્યું હતું કે તમે દેશના કોઈપણ ખૂણે મશરૂમ ઉગાડો, હું ખરીદી લઈશ. આથી મેં ખેડૂતોને કહ્યું તમે ખેતી કરો, માર્કેટિંગની જવાબદારી મારી પર છોડી દો.

Download Our B K News Today App



Related News

સોના, ચાંદીના ભાવમાં...

  • by B.K.NEWS DAINIK
  • April 9, 2023, 11:39 am
  • 438