હવે વર્ષે 15 જ ગેસ સિલિન્ડર મળશે

  • Published By :
  • Published Date : 2022-09-29 14:18:44
  • Views : 146
  • Modified Date : 2022-09-29 14:18:44

રીપોર્ટ અનુસાર, રાશનિંગ માટે સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યા છે. આ નિયમ લાગ થઇ ચુક્યા છે. ખાસ વાત એ છે કે આ નિયમ એટલા માટે લાગુ થયો કેમકે ઘણા સમયથી ફરિયાદ હતી કે ડોમેસ્ટિક બિન-સબસિડીવાળી રિફિલ કોમર્શિયલ કરતા સસ્તી હોવાથી અહીં તેનો વધુ ઉપયોગ થતો હતો, જે કારણે સિલીન્ડર પર રાશનિંગ કરવામાં આવ્યું છે. 1 ઓક્ટોબરથી એલપીજીની કિંમત વધી શકે છે. 1 ઓક્ટોબરના રોજ થનારી કિંમતોની સમીક્ષામાં નેચરલ ગેસનાં ભાવ વધારી શકાય છે. સરકાર દ્વારા દર 6 મહિનામાં એકવાર ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. સરકાર દર વર્ષે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરે આવું કરે છે. આ સિવાય સીએનજીની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. LPG  અને CNG નેચરલ ગેસમાંથી જ બનાવવામાં આવે છેહવે LPG  ગેસ  સિલિન્ડરની સંખ્યા ગ્રાહકો માટે ફિક્સ થઇ ગઈ છે. નવા નિયમો અનુસાર, હવે ગ્રાહક એક વર્ષમાં માત્ર 15  સિલિન્ડર જ ખરીદી શકશે. આ ઉપરાંત ગ્રાહક માત્ર મહિનામાં બે  સિલિન્ડર જ લઇ શકશે. ગ્રાહકોને  2 કરતા વધારે  સિલિન્ડર નહીં મળે. અત્યાર સુધી સિલિન્ડર માટે મહિના કે વર્ષની લીમીટ નક્કી ન હતી. 

Download Our B K News Today App



Related News