નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા પહોંચ્યો છે નીરજ વડોદરામાં

  • Published By :
  • Published Date : 2022-09-29 13:37:46
  • Views : 156
  • Modified Date : 2022-09-29 13:37:46

નીરજ ચોપડા વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે જુલાઈ-ઑગસ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ત્યારે ભારતે 19 વર્ષ બાદ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં કોઈ મેડલ જીત્યો હતો. નીરજની પહેલા અંજુ બોબી જ્યોર્જે 2003માં વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિનશિપમાં લોન્ગ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતને એથલેટિક્સનો પહેલો ઓલિમ્પિક મેડલ નોર્મન પ્રિચાર્ડે 1900માં જીતાડ્યો હતો. પરંતુ તેઓ ઈંગ્લો-ઈન્ડિયન હતા. તેઓ 1905માં પોતાના પરિવાર સાથે બ્રિટન ચાલ્યા ગયા હતા. 23 જુન, 1877ના રોજ કોલકત્તામાં જન્મેલા પ્રિચાર્ડને 2004માં ઈન્ટરનેશનલ એથલેટિક્સ એસોસિએશને (હવે વર્લ્ડ એથલેટિક્સ) બ્રિટિશ બતાવ્યા હતા. પ્રિચાર્ડે પેરિસમાં થયેલા ઓલિમ્પિક ગેમ્સમાં 200મી. અને 200મી. હર્ડલમાં 2 સિલ્વર જીત્યા હતા. આ પછી 2020 સુધી ભારતે એથલેટિક્સમાં કોઈ ઓલિમ્પિક મેડલ જીત્યો નહોતો.ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર આ સ્ટાર એથલિટનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો છે. જેમાં તે ગરબા રમે છે.તમને યાદ અપાવી દઈએ કે નીરજ ચોપડાએ 20 દિવસ પહેલા જ ઝ્યૂરીચમાં રમાયેલી ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 88.44ની બેસ્ટ થ્રો સાથે પહેલા સ્થાને રહ્યો હતો. આ અગાઉ નીરજ વર્ષ 2017 અને 2018ના ફાઈનલ માટે પણ ક્વોલિફાય થયો હતો. તે 2017માં સાતમાં અને 2018માં ચોથા સ્થાને રહ્યો હતો.

Download Our B K News Today App



Related News