બોક્સ ઓફિસ પર જયેશભાઈ નથી જોરદાર, રણવીર સિંહનું ગુજરાતી પાત્ર કમાણીના મામલે પાછળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-15 14:03:43
  • Views : 254
  • Modified Date : 2022-05-15 14:03:43

ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'નુ બીજા દિવસનું કલેક્શન

બૉક્સ ઑફિસ પર ધીમી શરૂઆત બાદ જયેશભાઈ જોરદારનુ બીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે, જે ખૂબ નિરાશ કરનારું છે. રણવીર સિંહ બોલીવુડના એવા કલાકારોમાં સામેલ છે. જેની ફિલ્મ જોવા માટે લોકો ઉત્સુક રહે છે. જેમકે જયેશભાઈ જોરદાર જોવા માટે ઉત્સુક હતા. પરંતુ ફિલ્મને ટીકાકારો અને દર્શકો તરફથી સારો રિવ્યુ મળ્યો નથી. તેથી ફિલ્મનુ ફર્સ્ટ ડેનુ બૉક્સ ઑફિસ કલેક્શન ખૂબ નિરાશાજનક રહ્યું છે. ઓપનિંગ ડે પર ફિલ્મ અંદાજે 3.25 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી શકી હતી. 

 

ફિલ્મનું બંને દિવસનુ કલેક્શન નિરાશાજનક

તો બીજા દિવસે પણ ફિલ્મ કોઈ ખાસ પર્ફોમન્સ બતાવી શકી નથી. બૉક્સ ઑફિસના રિપોર્ટ મુજબ, રણવીર સિંહની જયેશભાઈ જોરદારે બીજા દિવસે 3.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રીતે પહેલા અને બીજા દિવસનુ કલેક્શન મળીને ફિલ્મ અત્યાર સુધી માત્ર 7 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કહેવામાં આવ્યું હતુ કે ફિલ્મે એક કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ કલેક્શન કર્યુ હતુ. હિસાબે જોઈએ તો ફિલ્મનું બંને દિવસનુ કલેક્શન નિરાશાજનક રહ્યું છે. 

ગુજરાતી પાત્રમાં જોવા મળ્યાં રણવીર 

રણવીર સિંહ અભિનીત ફિલ્મ જયેશભાઈ જોરદારની કહાની ભ્રૂણ હત્યા પર આધારિત છે, જેમાં જયેશ નામના ગુજરાતી શખ્સનુ પાત્ર ભજવવામાં આવ્યું છે. રણવીર સિંહ સિવાય ફિલ્મ શાલિની પાંડેએ પણ મહત્વનો રોલ અદા કર્યો છે. સાથે ફિલ્મમાં બોમન ઈરાની અને રત્ના પાઠક પણ છે. આવુ પહેલી વખત થયુ છે, જ્યારે રણવીર સિંહની કોઈ ફિલ્મ બૉક્સ ઑફિસ પર આટલી ફ્લોપ સાબિત થઇ રહી છે. 

 

 

Download Our B K News Today App



Related News