દીપિકા પાદુકોણ હોસ્પિટલમાં એડમિટ

  • Published By :
  • Published Date : 2022-09-28 13:41:58
  • Views : 597
  • Modified Date : 2022-09-28 13:41:58

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા રવિવાર, 12 જૂનની સાંજે હોસ્પિટલ આવી હતી. દીપિકાને ઘણી જ નબળાઈ લાગતી હતી અને આ જ કારણે હાર્ટબીટ વધી ગયાં હતાં. એક્ટ્રેસ હોસ્પિટલમાં થોડાંક કલાકો માટે રહી હતી. તેને એડમિટ કરવામાં આવી નહોતી. દીપિકા બીમાર પડી તે અંગે એક્ટ્રેસ અથવા તેની ટીમે કોઈ ઑફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી. હોસ્પિટલ સૂત્રોના મતે, દીપિકા શૂટિંગ દરમિયાન ઘણી જ થાકી ગઈ હતી અને આ જ કારણે તે બીમાર પડી હતી. નોંધનીય છે કે મે મહિનામાં દીપિકા ફ્રાંસમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહી હતી. ત્યારબાદ તે મુંબઈ આવી હતી અને પછી હૈદરાબાદ ગઈ હતી. અહીંયા તેણે પિતાના જન્મદિવસ પર તિરુપતિના દર્શન કર્યાં હતાં અને પછી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. છેલ્લાં કેટલાંક સમયથી દીપિકા નોન-સ્ટોપ કામ કરતી હોવાથી તેની તબિયતને અસર થઈ હોવાનું માનવામાં આવે છે.'પિંક વિલા'ના અહેવાલ પ્રમાણે, દીપિકાને સારું નહોતું અને તેને મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહીંયા દીપિકાના અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દીપિકાની ટીમ તરફથી કોઈ ઑફિશિયલ માહિતી શૅર કરવામાં આવી નહોતી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 29