ભારતી સિંહની અભદ્ર કૉમેન્ટ: બે હાથ જોડી માફી માંગી છતાં FIR દાખલ, વધશે મુશ્કેલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-17 13:56:01
  • Views : 241
  • Modified Date : 2022-05-17 13:56:01

ફેમસ કોમેડિયન ભારતી સિંહને દાઢી મૂંછને લઈને કોમેન્ટ કરવી ભારે પડી ગઈ. ગયા અમુક દિવસોથી ભારતીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. મામલો વધતો જોઈ ભારતી સિંહે પોતાનો એક વીડિયો શેર કર્યો અને સાથે જ સીખ સમુદાયને હાથ જોડીને માફી પણ માંગી છે. 

ભારતી સિંહને કરવામાં આવી ટ્રોલ 
ભારતી સિંહનો એક જુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જાસ્મીન ભસીન સાથે વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં ભારતી દાઢી - મૂંછને લઈને મજાક ઉડાવતી જોવા મળે છે. દૂધ પીધા બાદ જો દાઢી મોંમાં આવી જાય તો વર્મીસીલીનો સ્વાદ આવે છે. ભારતીએ એમ પણ કહ્યું કે તેમની ઘણી બહેનપણીઓ છે, જે લગ્ન બાદ દાઢીમાંથી ટોલા કાઢવામાં વ્યસ્ત છે, પરંતુ સીખ સમુદાયને આ મજાક પસંદ ન પડી અને તેઓ ભારતી સિંહને ટ્રોલ કરવા લાગ્યા

દાખલ કરવામાં આવી FIR
કોમેડિયન ભારતી સિંહ સામે આઈપીસીનાં સેક્શન 295-A હેઠળ FIR પણ દાખલ કરવામાં આવી છે. આ FIR SGPCએ દાખલ કરાવી છે. 

મેં કોઈપણ સમુદાયનું નામ લીધું નથી 
હવે આ મામલામાં ભારતી સિંહે માફી માંગી છે. વીડિયોમાં તે કહે છે કે એક બે દિવસથી વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મને પણ મોકલવામાં આવ્યો છે અને મેસેજ પણ કરવામાં આવ્યો છે કે મેં દાઢી મૂંછની મજાક ઉડાવી છે. હું ગયા બે દિવસથી આ વીડિયો જોઈ રહી છું. હું રીક્વેસ્ટ કરવા માંગું છું કે તમે પણ તે વીડિયો જુઓ. મેં કોઈપણ ધર્મ કે કાસ્ટ વિષે નથી કહ્યું કે આ ધર્મનાં લોકો દાઢી રાખે છે. મેં નથી કહ્યું કે પંજાબી લોકો દાઢી રાખે છે કે પછી દાઢી મૂંછ રાખવાથી આ તકલીફ પડે છે. 

 

કેમેરા સામે હાથ જોડીને માંગી માફી 
ભારતી આગળ કહે છે કે હું પોતાની મિત્ર સાથે કોમેડી કરી રહી હતી કે આજકાલ લોકો દાઢી મૂંછ રાખે છે, પણ મારી આ વાતોથી કોઈ ધર્મ કે જાતિનાં લોકોને તકલીફ પહોંચે છે તો હું હાથ જોડીને માફી માંગું છું. હું પોતે પંજાબી છું અને અમૃતસરમાં જ પેદા થઇ છું. હું પૂરું પંજાબનું માન રાખીશ અને મને પંજાબી હોવા પર ગર્વ છે. કોમેડીયને આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે હું કોમેડી કરું છું, લોકોને ખુશ કરવા માટે, ન તો કોઈનું દિલ દુખાવ્વા માટે. પણ જો મારી કોઈ વાતથી કોઈ હાર્ટ થયું છે, તો માફ કરી દેજો પોતાની બહેન સમજીને. 
  

Download Our B K News Today App



Related News