અનુષ્કા-વિરાટ કોહલી લાડલી દીકરી સાથે દર્શન માટે વૃંદાવન પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-07 17:07:44
  • Views : 173
  • Modified Date : 2023-01-07 17:07:44

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી હાલમાં વૃંદાવન આવ્યાં હતાં. બંને હાલમાં જ દીકરી સાથે 'બાબા નીમ કરોલી' આશ્રમમાં ગયા હતા. બંનેએ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાતનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં અનુષ્કા-વિરાટ દીકરી વામિકા સાથે બાબાના દર્શન કરે છે અને હાથ જોડીને બાબાના આશીર્વાદ લે છે. અનુષ્કા વ્હાઇટ ડ્રેસ, બ્લેક જેકેટ, વ્હાઇટ કેપ તથા ફ્લોરલ સ્કાર્ફમાં હતી તો વિરાટ ઓલિવ ગ્રીન જેકેટ, બ્લેક કેપ તથા ટ્રાઉઝર પહેર્યું હતું. વામિકા મમ્મી અનુષ્કાના ખોળામાં બેઠી હતી અને આશ્રમના લોકો અનુષ્કાને ચુંદડી ઓઢાડે છે અને વામિકાને માળા પહેરાવે છે.

વ્હાઇટ ડ્રેસમાં વામિકા ઘણી જ સુંદર લાગતી હતી. વામિકાનો આ વીડિયો જોઈને ચાહકો ખુશ થઈ ગયા હતા. અનુષ્કાના ખોળામાં બેઠેલી વામિકા આમતેમ જોતી હોય છે અને જ્યારે તેની મમ્મીને ચુંદડી ઓઢાડવામાં આવે ત્યારે તે તરત જ તેની મમ્મી સામે ક્યૂટ રીતે જોતી હોય છે. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે વિરાટ તથા અનુષ્કા કેલી કુંજમાં આવ્યા હતા અને સત્સંગમાં ભાગ લીધો. અન્ય એકે કહ્યું હતું કે ભગવાન આ પરિવારને આશીર્વાદ આપે. વામિકા ઘણી જ ક્યૂટ છે. નોંધનીય છે કે અનુષ્કા-વિરાટ દીકરી સાથે બે દિવસ માટે વૃંદાવન આવ્યા હતા. 5 જાન્યુઆરીની સાંજે ચાર વાગે વૃંદાવનના પવન હંસ હેલિપેડથી પ્રાઇવેટ હેલિકોપ્ટરથી દિલ્હી રવાના થયા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અનુષ્કા-વિરાટે વૃંદાવનમાં ધાબળા વહેંચ્યા હતા. બંનેએ આશ્રમમાં અંદાજે એક કલાક સુધી ધ્યાન ધર્યું હતું. બંને બાબા નીમ કરોલીમાં ઘણી જ આસ્થા ધરાવે છે.જ્યાં સુધી વિરાટ-અનુષ્કા આશ્રમમાં હતાં ત્યાં સુધી મીડિયાને આશ્રમની અંદર જવા દેવામાં આવ્યું નહોતું. વિરાટ-અનુષ્કા અહીંયા આવ્યા તે પહેલાં ફાઇવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા.

વિરાટ-અનુષ્કા દીકરી સાથે નવેમ્બર, 2022માં નૈનીતાલ, ઉત્તરાખંડ આવ્યા હતા. બંનેએ ઉત્તરાખંડના લોકપ્રિય મંદિરોના દર્શન કર્યા હતા. આ દરમિયાન બંનેએ કેચી ધામ મંદિરની યાત્રા કરી હતી. પછી બાબા નીમ કરોલીના આશ્રમના પણ દર્શન કર્યા હતા.

વિરાટ તથા અનુષ્કાએ દુબઈમાં ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું. એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે 'ચકદા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ ફિલ્મ મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. વામિકા 11 જાન્યુઆરીના રોજ બે વર્ષની થશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 35