ભારતરત્ન લતા દિનાનાથ મંગેશકર આંતરરાષ્ટ્રીય સંગીત મહાવિદ્યાલયમાં 28મીથી એડમિશનની શરૃઆત

  • Published By :
  • Published Date : 2022-09-23 16:47:19
  • Views : 233
  • Modified Date : 2022-09-23 16:47:19

ભારતરત્ન લતા દિનાનાથ મંગેશકર આંતરરાષ્ટ્રીય સંગીત મહાવિદ્યાલયના સર્ટીફિકેટ કોર્સ પુ.લ.દેશપાંડે અકાદમીમાં તાત્પુરતા સમય માટે ૨૮મી સપ્ટેમ્બરથી શરુ કરવાની મંત્રીમંડળની મંજૂરી મળી ગઈ છે. આ સંદર્ભે ૧૪ સભ્યોની એક કમિટી પણ સ્થાપિત કરાઈ હતી. આ મ્યુઝિક કૉલેજમાં એક વર્ષના સમયગાળાના છ કોર્સ શરુ થશે. જેમાં પ્રથમ વર્ષમાં ૧૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ કોર્સમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો સર્ટીફિકેટ કોર્સ, ભારતીય વાંસળી વાદન, તબલાવાદન, સિતાર વાદન, હાર્મોનિયમ/ કીબોર્ડ પ્લેઈંગ, સાઉન્ડ ટેક્નોલોજી જેવો કોર્સનો સમાવેશ છે. આ કૉલેજનું કામકાજ વ્યવસ્થિત અને ઉત્કૃષ્ટ દરજ્જાનું રહે તે માટે હૃદયનાથ મંગેશકરની અધ્યક્ષતા હેઠળ એક સલાહકાર ટીમ પણ નિયુક્ત કરાઈ છે.  

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 29